top of page
  • Writer's pictureGajera Global School

નવરાત્રિ-2022

નવરાત્રિ હિન્દુઓનાં મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવારને ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ

તહેવાર ઉજવવા પાછળનો પ્રસંગ યાદ કરીએ તો માં દુર્ગા અને મહિસાસુર રાક્ષસ વચ્ચે નવ દિવસ

ભયંકર યુદ્ધ ચાલ્યું અને અંતે માં દુર્ગાએ મહિસાસુરનો વધ કર્યો. એટલે જ આપણે આ તહેવાર પૂરા

નવ દિવસ સુધી મનાવીએ છીએ.


ગજેરા ગ્લોબલ શાળામાં નવરાત્રિનો તહેવાર અલગ રીતે ઉજવવામાં આવ્યો. નવરાત્રિના નવ દિવસ

સ્પેશિયલ ઍસેમ્બલીનું આયોજન થયું હતું; જેમાં વિદ્યાર્થીઓએ નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે?

તે જાણ્યું. સાથે તેઓ સમજ્યા કે આપણે નવરાત્રિમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે માં દુર્ગાનાં વિભિન્ન

રૂપો કાળીકા માતા, લક્ષ્મી માતા અને સરસ્વતી માતાની પૂજા કરીએ છીએ.


નવરાત્રિના નવ દિવસની ‘નવ દેવીઓ’- આ થીમ પર એસેમ્બલી પ્રસ્તુત થઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા

નવે નવ દેવીઓનું માહાત્મ્ય, તેમનું વાહન, તેમનો પ્રિય રંગ, તેમનો પહેરવેશ, તેમના શસ્ત્રો વગેરે

વિષયોને આવરી લેતી નવ ઍસેમ્બલી યોજાઇ હતી. જેમાં તેઓએ અનુક્રમે દેવી શૈલપુત્રી, દેવી

બ્રહ્મચારિણી, દેવી ચંદ્રઘંટા, દેવી કુશમાંડા, દેવી સ્કંદમાતા, દેવી કાત્યાયની, દેવી કાલરાત્રિ, દેવી

મહાગૌરી અને દેવી સિદ્ધિદાત્રી દેવીને વર્ણવ્યા હતા. ઍસેમ્બલી પ્રસ્તુત કરનાર વિદ્યાર્થીઓએ સ્વયં પણ

દેવીના પ્રિય રંગને અનુસરી એવા જ રંગના વસ્ત્રો પરિધાન કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ દેવીને

લગતા શ્લોકો, નવા શબ્દો, સુવિચારો, ગીતો, નાટક, ગરબા તથા દેવીઓના રૂપ સ્વયં ધારણ કરી ખૂબ

ખંતથી એસેમ્બલી પ્રસ્તુત કરી હતી.


વિશેષમાં વિદ્યાર્થીઓએ એ પણ જાણ્યું કે નવરાત્રિનો તહેવાર ભારત દેશમાં અલગ અલગ રીતથી

ઉજવાય છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ દુષ્ટ રાજા રાવણ પર રામની જીતનાં રૂપમાં મનાવવામાં આવે છે

એટલે ઉત્તરમાં એને ‘રામલીલા’ કહે છે. પૂર્વમાં ‘દુર્ગાપૂજા’ નામથી તો દક્ષિણમાં ‘કોલુ’નાં નામથી

ઉજવવામાં આવે છે. આમ, આ નવરાત્રિ ઍસેમ્બલીથી વિદ્યાર્થીઓ આ પર્વ ઉજવવા પાછળનું સાચું

કારણ સમજ્યા અને નવે નવ દેવીઓના નામ, રૂપ તથા તેમના માહાત્મ્યની ખાસ પરિચિત થયાં.









116 views0 comments

Recent Posts

See All
Post: Blog2 Post
bottom of page